Saturday, February 18, 2017

નમસ્કાર !

              'દીવાદાંડી' શૈક્ષણિક ઈ-સામાયિકના બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.
 
               વર્ષ - ૨૦૧૦ માં ગુજરાતી વિષયમાં SRG(સ્ટેટ રિસોર્સ ગ્રુપ - GCERT)માં મારી પસંદગી થઇ. સદભાગ્યે મને ધો. 3 થી 8 ના ગુજરાતી વિષયના પાઠ્યપુસ્તક, શિક્ષક આવૃત્તિ અને સ્વ-અધ્યયન પોથીમાં લેખક - સંપાદક તરીકે કામ કરવાની તક મળી. આ કાર્યકાળ દરમિયાન ઘણા રચનાત્મક કામ કરતા શિક્ષકો, શિક્ષણવિદો અને અધિકારીશ્રીઓ સાથે કામ કરવાનું થયું. જે દરમ્યાન ઘણું જાણવા - શીખવા મળતું. જે બહોળા શિક્ષક સમુદાય સુધી પહોચાડવાના આશયથી વર્ષ - 2010 માં 'દીવાદાંડી' માસિક સામાયિક શરુ કરેલ છે.

'દીવાદાંડી' ની શિક્ષણયાત્રા :


  • શરૂઆતમાં મારા ક્લસ્ટર સાંખેજની 8(આઠ) શાળાઓને વિનામૂલ્યે વિતરણ.
  • દરમાસે શિક્ષકમિત્રો, અધિકારીગણ 'દીવાદાંડી' માટે સ્વૈચ્છિક દાન આપતા.
  • ચાર માસ 'દીવાદાંડી' સમગ્ર ખેડા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં વિનામુલ્યે પહોચાડવાનું શરુ કર્યું.
  • ધીમે ધીમે તાલુકા, જીલ્લા અને રાજ્યકક્ષાના અધિકારીશ્રીઓને પોસ્ટ દ્વારા 'દીવાદાંડી' પહોચાડવાનું શરુ કર્યું.
  • ત્યારબાદ ગુજરાતના રચનાત્મક કામ કરતા લગભગ 250 થી વધુ શિક્ષકશ્રીઓને દરમાસે 'દીવાદાંડી' પહોચાડવાનું શરુ કર્યું.
  • સમય જતાં ટેક્નોલોજીનો સહારો લીધો. ઈ-મેઈલ, વોટ્સઅપ, શૈક્ષણિક બ્લોગ અને વેબસાઈટના માધ્યમથી હાલ 1500 થી વધુ શિક્ષકોને 'દીવાદાંડી' પહોચાડવામાં આવે છે.

દીવાદાંડી સામાયિકની વિશેષતાઓ...

  1. લવાજમ વિનાનું નિઃશુલ્ક સામાયિક છે.
  2. દરમાસે નિયમિત પ્રકાશિત થાય છે.
  3. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાઓને સીધું ઉપયોગી શૈક્ષણિક સંદર્ભ સાહિત્ય મુકવામાં આવે છે.
  4. વિષયવસ્તુને ટૂંકમાં રજુ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
  5. વિવિધ વિષયો સંદર્ભ પૂરક સામગ્રી મુકવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ઋણ સ્વીકાર...

         'દીવાદાંડી'ની શિક્ષણ યાત્રાને સતત આઠ વર્ષ જેટલો સમય વીત્યો છે. 'દીવાદાંડી' ની સફળતા માટે હું મારા શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું.

          આ સામાયિક માટે સતત પ્રેરણા - પ્રોત્સાહન અને માર્ગદર્શન આપનારા મારા તાલુકાઅને જીલ્લાના સમગ્ર પ્રાથમિક શિક્ષણ પરિવારનો અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
        
          સમયાંતરે શુભેચ્છાસંદેશ અને પત્રો દ્વારા મને પ્રોત્સાહિત કરનાર મારા શિક્ષકમિત્રો, શિક્ષણવિદો, લેખકશ્રીઓનો પણ હું આભારી છું.

           અંતે 'દીવાદાંડી' નો બ્લોગ બનાવવામાં ટેકનીકલ સપોર્ટ કરી સમયદાન આપનાર મારા સ્નેહી મિત્ર શ્રી મિથુનભાઈ પટેલનો હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું.

           'દીવાદાંડી' ના અત્યાર સુધીના તમામ અંકો આપ બાજુમાં આપેલ વર્ષવાર લીંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકશો.

                                                                                                       આભાર સહ,
                                                                                                       મનિષ સુથાર